Close

p1

 

banner

img

પી.એમ. કિસાન સ્કીમ

કોને લાભ મળી શકે

• પીએમ કિસાન એ સેન્ટ્રલ સેક્ટર યોજના છે જેમાં ભારત સરકારનું 100% ભંડોળ છે.
• યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 / – ની આવક સહાય આપવામાં આવશે.
• યોજના માટે કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે.
• રાજ્ય સરકાર અને યુ.ટી. વહીવટી તંત્ર યોજનાની માર્ગદર્શિકા મુજબ ખેડૂત પરિવારોને ઓળખ તેમજ લાયકાત નક્કી કરશે.
• આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
• યોજના અંતર્ગત લાયકાત ન ધરાવનાર માટે વિવિધ બાકાત શ્રેણીઓ છે.

કોને લાભ ના મળી શકે

  ઉચ્ચ આર્થિક સ્થિતિના લાભાર્થીઓની નીચેની કેટેગરીઓ યોજના હેઠળ લાભ માટે લાયક રહેશે નહીં.

  • 1. તમામ સંસ્થાકીય જમીન ધારકો.
  • 2. ખેડૂત પરિવારો કે જે નીચેનામાંથી એક અથવા વધુ કેટેગરી સાથે સંબંધિત છે :
    • વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
    •  વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી / રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા/ વિધાનસભાના સભ્યશ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
    •  સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય / કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત તમામ અધિકારી, કર્મચારી
      (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના)
    •  તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય
      (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
    •  છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા vi) વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

 

img
img
img
img