કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું નિર્માણ થયેલ છે
રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.
ડીઝાસ્ટર/ કટોકટી
- ડીઝાસ્ટર હેલ્પલાઇન : 1077
- કમિશ્નર રાહત અને બચાવ
- સમ્પર્ક નંં. : 1070
- તબીબી સેવા: : એમ્બ્યુલંસ જીવીકે : 108
- અગ્નિશામક સેવા: 101
- પોલીસ : 100