Close

PM Ujjawala Yojana

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના

1. યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ દેશમાં ગરીબી રેખા નીચે જીવતી (AAY / BPL રાશનકાર્ડ ઘરાવતી) મહિલાઓને વિનામૂલ્યે LPG ગેસ કનેકશન આ૫વાનો છે.

2. કોને લાભ મળી શકે ?

ઉજજવલા યોજના અંતર્ગત AAY / BPL કેરોસન કાર્ડ ઘરાવતી કુટુંબની મુખ્ય મહિલા સભ્યને વિનામૂલ્યે ગેસ કનેકશન આ૫વામાં આવે છે.

3. શુ લાભ મળી શકે ?

કેન્દ્ર સરકારશ્રી દ્રારા જે તે વિસ્તારની ગેસ એ ન્સીઓ લાભાર્થીઓના રેશનકાર્ડના આઘારે KYC કરીને ગેસ કનેકશન વિનામૂલ્યે આ૫વામાં આવે છે.

4. અરજી કઇ રીતે કરવી ?

પ્રઘાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન મેળવવા માટે ગેસ એજન્સીનો સંપર્ક કરી રેશનકાર્ડની ઝેરોક્ષ, આઘાર કાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ અને એક પાસર્પોટ સાઇઝ ફોટા         સાથે ગેસ એજન્સીને અરજી કરવાની રહેશે.

5. અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત

સદર યોજના માટે કરવામાં આવેલ અરજીનું સ્ટેટસ ગેસ એજન્સી ખાતેથી જાણવા મળશે.