Close

PM Kisan

પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ

1. યોજનાનો હેતુ ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂતોને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.
2. કોને લાભ મળી શકે ?

 યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 / – ની આવક સહાય આપવામાં આવશે.

યોજના માટે કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે.

આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

યોજના અંતર્ગત લાયકાત ન ધરાવનાર માટે વિવિધ બાકાત શ્રેણીઓ છે.

3. શુ લાભ મળી શકે ? જમીન ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષ રૂ. ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ખેડૂત પરિવારના બેંક ખાતામાં સીધી જમા થાય છે.
4. અરજી કઇ રીતે કરવી ? ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર(VCE)/ તલાટી કમ મંત્રી/ ગ્રામ સેવકનો સંપર્ક કરી જરૂરી સાધનિક કાગળો (તમામ ૮-અ અને ૭/૧૨ ની નકલ, આધરકાર્ડ, બેંક પાસબુકની નકલ તથા સ્વએકરારનામું) સાથે ગ્રામ પંચાયત કચેરીએથી જ અરજી કરી શકાશે.
5. અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત  અરnજી કર્યા બાદ અરજી નું સ્ટેટસ digitalgujarat.gov.in વેબસાઈટ પર તલાટી કમ મંત્રી(TCM)/ગ્રામસેવક/ જિલ્લા ખેતીવાડી ખેતીવાડી અધિકારી ના લોગીન આઇ. ડી. પરથી જાણી શકાય છે. અરજદારને કેટલા હપ્તા જમા થયા છે તે જાણવા માટે pmkisan.gov.in વેબસાઈટ પર જઇ બેનીફિસીયરી સ્ટેટસ માં આધાર કાર્ડ નંબર/એકાઉન્ટ નંબર/રજીસ્ટ્રેશન નંબર પરથી જોઇ શકાય છે.
6. સહાય લેતા લોકો નુ લિસ્ટ કે સમરી જોવા માટેની વેબ-લિંક વેબસાઈટ પર તાલુકાવાર અને ગામવાર લાભાર્થીઓનું લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો